છ વર્ષ પૂર્વેની કેબલ વાયર ચોરીમાં બે શખ્સોને ઝડપી લેતી જેતપુર તાલુકા પોલીસ
જેતપુર તા.૫: નાણાગાલોબ ગામની છ વર્ષ પૂર્વની કેબલ વાયર ચોરીમાં તાલુકા પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.
જીલ્લાનાં આઇ/સી પોલનીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબે તથા શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જેતપુર વિભાગનાઓ તરફ થી વણ શોધાયેલા ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જે.તા.પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન.૮૬/૧૨ આઇ.પી.સી. કલમ ૩૭૯,૪૪૭ વિગેરે ના કામે ફરી શ્રી જયંતિભાઇ ભગવાનજીભાઇ ભરાડ રહે થાણાગાલોલ વાળાનો ચોરીમા ગયેલ કેબલ વાયર તેજ ગામના સુરેશભાઇ મુળજીભાઇ ભેસાણીયા ની વાડીએ હોવાની હકીકત મળતા સદરુહ વાડીએ તપાસ કારતા વાડીએથી (૧) સુરેશભાઇ મુળજીભાઇ ભેસાણીયા તથા ન.(૨) ભુપતભાઇ ભીખાભાઇ ભુવા રહે બને થાણાગાલોલ ગામ વાળા મળી આવેલ હોય અને વાડીએ તપાસ કરતા ચોરીમા ગયેલ કેબલ વાયર ૩૦૦ ફુટ કિ.રુ ૩૦૦૦/- નો મળી આવતાં પુછપરછ દરમિયાન બન્ને ઇસમો એ આજથી છ વર્ષ પહેલાં જયંતિભાઇ ભગવાનજીભાઇ ભરાડ ની વાડીએથી ચોરી કરેલનું જણાવતા હોય જેથી સદરુહ બંને ઇસમો ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.(૨૨.૭)