સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

માળીયા મિંયાણાના મંદરકી ગામે જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

મોરબી તા. ૫ : માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા છ પતા પ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા પોલીસને માહિતી મળતાપોલીસે દરોડો પાડતા ત્યાં પતા ટીચતા હસમુખભાઈ વિડજા, દેવજીભાઈ ઉપાસરિયા, દિનેશભાઈ જસાપરા, કેતનભાઈ અગેચણીયા, અલ્પેશભાઈ અગેચણીયા અને સોહિલ ચાનિયા સહિતના છ શખ્સોને રંગ હાથે ઝડપી લીધા હતા એની પાસેથી રૂપિયા ૧૦૩૬૦ રોકડા , બે બાઈક કીમત રૂપિયા ૩૦ હજાર અને છ મોબાઈલ કીમત રૂપિયા ૩ હજાર આમ કુલ મળી રૂપિયા ૪૩,૩૬૦ મુદમાલ જપ્ત કરી અને માળિયા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે.(૨૧.૧૭)

(11:42 am IST)