સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

પાલીતાણા કોંગ્રેસના ૪ સભ્યો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

પ્રમુખ-ઉપપ્રમુખની નગરપાલિકામાં યોજાયેલ ચૂંટણીમાં વ્હીપનો અનાદર કર્યો

ભાવનગર, તા. પ : પાલીતાણા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.-૧ના સદસ્યો, ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા (ઓમદેવસિંહ), વિક્રમભાઇ ભજનમલ રૂપેજા, ગીતાબેન અરવિંદભાઇ શિયાળ અને ઉકરણબેન ગોવિંદમલ કુકડેજાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમજ કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ ચારેય સભ્યોને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

પ્રમુખપદે જયપાલસિંહ

પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. ભાજપ શાસીત પાલિકામાં નગરપાલિકાના પ્રમુખપદે જયપાલસિંહ એચ. ગોહિલ અને ઉપપપ્રમુખપદે ઉસ્માનભાઇ ચંૂટાઇ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલીતાણા નગરપાલિકામાં ભાજપના રર અને કોંગ્રેસના ૧૩ મત એક અપક્ષ ઉમેદવાર વિજેતા બનેલ છે. ભાજપે મહુવા નગરપાલિકા ગુમાવી છે પણ પાલીતાણામાં સત્તા જાળવી રાખી છે.

(11:40 am IST)