સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ચોટીલાના મોટી મોલડીમાં દારૂડીયાઓએ દલિત પ્રોૈઢ અને પુત્રવધૂ પર હુમલો કર્યો

ગીગાભાઇ બથવારને લાફા માર્યા, જમનાબેને પાણા-લાકડીથી ઘાયલ કર્યા

રાજકોટ તા. ૫: ચોટીલાના મોટી મોલડી ગામે ઘર પાસે દારૂ પી ગાળો બોલતાં શખ્સોને દલિત પ્રોૈઢે દૂર જવાનું કહેતાં તેને આ બંનેએ લાફા મારી લેતાં પુત્રવધૂ છોડાવવા વચ્ચે આવતાં તેના પર પથ્થરમારો કરી ઇજા પહોંચાડાતાં ફરિયાદ થઇ છે.

મોટી મોલડીમાં રહેતાં ગીગાભાઇ ગોવાભાઇ બથવાર (ઉ.૫૫) સાંજે ઘરે હતાં ત્યારે શૈલેષ કોળીનો છોકરો અને પવાનો છોકરો દારૂ પી ગાળો બોલતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં બંનેએ ગીગાભાઇને લાફા મારી દઇ ઝઘડો કરતાં તેના પુત્રવધૂ જમના મુકેશ બથવાર (ઉ.૩૦) સમજાવવા આવતાં બંનેએ તેની સાથે પણ ઝઘડો કરી માથે પાણો મારી દેતાં અને પેટમાં ધોકો ફટકારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)