સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે ૧૪ પર્યટક-પર્વતીય સ્થળો પર સ્વચ્છતા અભિયાન

જામનગરઃ સંત નિરંકારી મિશનનાં સ્થાનીય સંયોજક શ્રી મનહરલાલ રાજયપાલજીએ નિરંકારી મિશનનાં શ્રધ્ધાળુઓ તેમજ જામનગરની જનતાને વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, ગત વર્ષોની જેમ ૫ જુન ૨૦૧૮નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે.

યોગદાન આપતા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દેશનાં ૭ રાજયોના ૧૪ પર્વતીય સ્થળો પર એક વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવશે કે જયાં ગરમીના દિવસોમાં પર્યટકોની સંખ્યા વધારે હોય છે. આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

સંયુકત રાષ્ટ્રસંઘે આ વર્ષે પર્યાવરણ દિવસ ઉજવવા માટે ભારતને વિશ્વમાં સૌથી અગ્રણી દેશ ઘોષિત કરેલ છે અને વિષય આપેલ છે. ''પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરીએ'' આનો અર્થએ થાય છે કે આ દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિકના દૂષણને સમાપ્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે જેનું નેતૃત્વ ભારત કરશે.

આ વર્ષે જે ૧૪ સ્થાન પસંદ કરેલ છે. તેમાં ઉતરાખંડમાં મસુરી, ઋષિકેશ તેમજ નૈનીતાલ, હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલી તેમજ ધર્મશાલા, મહારાષ્ટ્રમાં મહાબલેશ્વર, પંચગણી, ખંડાલા અને લોનાવાલા, રાજસ્થાનમાં માઉન્ટ આબુ, પશ્વિમ બંગાળમાં દાર્જલીંગ, સિકકીમમાં ગંગરોક અને તામીલનાડુમાં ઉટીનો સમાવેશ થાય છે.

પ્રત્યેક સ્થળે સવારે ૭:૩૦ વાગ્યે સ્વેચ્છાએ સેવા કરવાવાળા બધા સદસ્યો એકત્રિત થશે અને ૧૨:૩૦ સુધીઆ અભિયાન ચલાવવામાં આવશે. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરાશે. ફાઉન્ડેશનનાં યુવા કલાકાર કાર્યકતાઓ 'પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરીએ'ના અંતમાં સમ્મિલિત બધા સદસ્યો સંકલ્પ કરશે કે આપણે ભવિષ્યમાં પણ સદાય આ પ્રતિ જાગૃત રહેશું.

સંત નિરંકારી મિશન આધ્યાત્મિક જાગરૂકતાની સાથે વિભીન્ન પ્રકારની સેવામાં તત્પર રહે છે. આજે મિશન રકતદાનમાં એક અગ્રણી સંસ્થા છે. મિશન ફાઉન્ડેશનનાં તત્વાદાનમાં ૪ હોસ્પીટલ, ૧૩૩ ડિસપેન્સરીઓ, ૯ પેથોલોજી લેબોરેટરી, અને ૧બ્લડ બેંક પણ ધર્માથ રૂપથીૅ કરી રહેલ છે.

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન સફાઇ તથા વૃક્ષારોપણ અભિયાન ઘણા સમયથી આયોજિત કરે છે. માનનીય પ્રધાનમંત્રીજીના સ્વચ્છ ભારત અભિયાન જે ૨ ઓકટોબર ૨૦૧૪નાં રોજ કરેલ તેમાં નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વર્ષ ૨૦૧૫માં  ફાઉન્ડેશન દેશમાં આ અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડરનાં રૂપમાં નિયુકત કરેલ.

અહેવાલઃ અરવિંદ માધવાણી

   મીડીયા સહાયક

સંતનિરંકારી મિશન, જામનગર

       ૯૩૨૭૧૪૬૫૫૯

(11:29 am IST)