સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

મોરબી : ઇન્ડિયન લાયન્સ - લાયોનેસ કલબ દ્વારા પંચવિધ કાર્યક્રમની ઉજવણી

મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતી ઇન્ડિયન લાયન્સ અને લાયોનેસ કલબ દ્વારા તાજેતરમાં પંચવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. જે પંચવિધ કાર્યક્રમમાં લાયન્સ કલબ સેક્રેટરી ભાવેશભાઈ દોશી અને નેન્સી દોશી અને તેની ટીમ દ્વારા ભકિત સંગીતની જમાવટ કરેલ તેમજ દાતા પરિવાર, કલબના સભ્યો ઉપરાંત વૃદ્ઘાશ્રમના વડીલો, વિકાસ વિદ્યાલયની બાળાઓને ભકિતરસમાં તરબોળ કર્યા હતા. તે ઉપરાંત પત્રકારોનું શિલ્ડ અને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. વૃદ્ઘાશ્રમ અને વિકાસ વિદ્યાલયના સંચાલકો, લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનના પ્રમુખ ભુપતભાઈ રવેશિયા અને દાતા પરિવારનું સન્માન ઋણ સ્વીકાર પત્રથી કરવામાં આવેલ તેમજ અબોલ જીવો માટે પીવાના પાણીની કુંડીઓનું વિતરણ કરવામાં આવેલ સમારોહમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, દાતા ટી.ડી.પટેલ, પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, જયરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પંચવિધ સમારોહને સફળ બનાવવા માટે કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, તેમજ લાયોનેસ કલબના શોભનાબા ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે અઘારા પરિવાર દ્વારા રૂ ૧૧,૧૧૧ નું અનુદાન આપવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર.

(11:26 am IST)