સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

શેત્રુંજી નદીમાં ત્રણ કરોડ રેતીની ચોરી : છ શખસો વિરૂધ્ધ એફઆઇઆર

તળાજા , મોરબી, સોજણાસર, દાટાડ ના શખસો વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગે કરી ફોજદારી કાર્યવાહી

ભાવનગર તા.૫: તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે થયેલ રીતેનન અને વહનને લઇ ખાણ ખનીજ વિભાગે છ શખસો વિરુધ્ધ  ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ૧૨૦૮૨૯ મેટ્રીક ટન સાદી રેતી જેની કિંમત બે કરોડ નેવ્યાસી લાખ અઠાણું હજાર નવસો સાઈઠ  ચોરી કર્યાનો આરોપ ફોજદારી રાહે કરેલ કાર્યવાહીમાં કરવામાં આવ્યો છે.

તળાજા પંથકમાં શેત્રુંજી નદીમાંથી થતા  બતની ને લઇ ભારે ચકચાર જાગી છે. જેમા ગોરબીના ગ્રામ પંચાયત દ્વારા દાખવવામાં આવેલ ઉગ્ર મિજાજને લઇ નિંદ્રાધીન ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવેલ અને બે દિવસ પહેલા જ્યા લીડ આપવામાં આવેલ નથી તે વિસ્તારમાં થયેલ ખનન અને વહન ને લ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

જેને લઇ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર  અશ્વિનકુમાર ગણપતભાઇ ફુડ (ભાવનગર) દ્વારા આજે તળાજા પોલીસ મથકમાં ગતત ૩૦/૫/૧૮ પહેલાના કોઇપણ સમયે શેંત્રુંજી નદીના પટમાંથી મથુર મેઘજીભાઇ ગમારા (રહે. ગોરબી.), નાથાભાઇ ભરવાડ (રે.દાત્રડ), ગણેશભાઇ ભરવાડ (રે.દાત્રડ), ગજાનંદ ઉર્ફે ભરત ભરવાડ (રે. તળાજા), લાલજીભાઇ ભરવાડ (રે.સાંજણાસર), બીજલભાઇ ભરવાડ (રે. તળાજા ) વાળા સાદી રેતી ૧૨૦૮૯ મેટ્રીક ટન ખનન કરી, વહન કરી લઇ ગયેલ છે. જેની કિંમત રૂપિયા બે કરોડ નેવ્યાસી લાખ અઠાણુ હજાર  નવસો સાઇઠ (૨,૮૯,૯૮,૯૬૦) અંદાજવામાં આવી છે.

(11:25 am IST)