સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

કાલાવડ મુસ્લિમ સમાજના પ્રમુખની ચૂંટણીનો વિવાદ

કાલાવડ તા.૫: કાલાવડ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના બે જુથો દ્વારા પ્રમુખપદ માટે વિવાદ સર્જાયો છે.

આ પ્રમુખપદ માટે એક જુથ દ્વારા તા. ૨૮/૫/૧૮ ના રોજ મુસ્લિમ સમાજની અલગ-અલગ ૧૨ પેટા જ્ઞાતિ ના પ્રમુખો અને આગેવાનોની મીટીંગ મળેલ હતી જેમાં હાલના પ્રમુખ ગફારભાઇ મુસાભાઇ  સમા ને સ્થાને કાદરી રજાકમીંયા બાપુની પ્રમુખપદે વરણી કરતો પત્ર જાહેર કરેલ હતો.

આ બાબતે ગફારભાઇ મુસાભાઇ સમાને હટાવી નવા પ્રમુખ તરીકે વરણી બાબતે મુસ્લિમ સમાજના અલગ-અલગ પેટાજ્ઞાતિના ૧૭ પ્રમુખો ઉપપ્રમુખો અને સદસ્ય ની મીટીંગ બોલાવી કાલાવડ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના ચાલુ પ્રમુખ ગફારભાઇ મુસાભાઇ સમાને યથાવત પ્રમુખપદે રાખવા એવો ઠરાવ કરેલ હતો.

આ બન્ને જુથો દ્વારા પ્રમુખપદની વરણી બાબતે દાવા થતાં પ્રમુખપદ બાબતે વિવાદ સર્જાયો છે. જયારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રમજાન માસ ઇબાદત નો તહેવાર હોય જેથી સમાજ એક બની વિવાદને થાળે પાડવા કમર કસી રહયા છે.

(11:23 am IST)