સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

વાંકાનેર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવકનું મોત

મૃતક અસ્થિર મગજના યુવકના વાલીવારસની શોધઃ વાહનચાલક ફરાર

વાંકાનેર, તા. ૫ :. વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર વહેલી પરોઢે કોઈ અજાણ્યા વાહન ચાલકે અસ્થિર મગજના યુવકને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયુ હતું.

મળતી વિગતો મુજબ વાંકાનેર-મોરબી રોડ પર રાણેકપર ગામના બોડ નજીક સવારે પાંચેક વાગ્યે અસ્થિર મગજનો અજાણ્યો ૩૫ વર્ષનો યુવકને કોઈ ફોર વ્હીલરે હડફેટે લેતા યુવકને ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે વાંકાનેર હોસ્પીટલે ખસેડેલ છે. મૃતક યુવક રાણેકપરથી ઢુવા વચ્ચે રખડતો હોય અને અસ્થિર મગજનો હોય તથા મધ્યમ બાંધો અને શ્યામવર્ણા રંગ તથા રાખોડી કલરનું પેન્ટ અને બ્લુ કલરના ચેકસવાળો શર્ટ પહેરેલો છે.

પોલીસે મૃતક વાલી વારસની શોધખોળ ચલાવી છે. ઉપરોકત વર્ણનવાળા યુવકના કોઈ વાલીવારસ હોય તો તેઓએ પીએસઆઈ આર.પી. જાડેજા મો. ૯૯૦૯૦ ૦૧૧૦૨ અથવા શહેર પોલીસ સ્ટેશનનો નંબર (૦૨૮૨૮) ૨૨૦૫૫૬ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

(11:23 am IST)