સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

હળવદની પુરૂષાર્થ ગૌશાળાને કામઘેનુ એવોર્ડ

હળવદઃ બાયપાસ હાઇ-વે પર આવેલી પુરૂષાર્થ ગૌશાળાના સંચલક બી.કે.આહીરને કેન્દ્રના કૃષિ મંત્રી કામઘેનુ એવોર્ડ ર૦૧૮ અંતર્ગત ગુજરાતની શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ અર્પણ કરાયો હતો. દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં એવોર્ડ સાથે પાંચ લાખનો ચેક પણ અપાયો હતો. ૧૭ વર્ષથી ગીરગાયોની ગૈશાળા કાર્યરત છે ત્યારે કૃષિ મંત્રાલય દ્વારા આ પુરૂષાર્થ ગૌશાળાને પશુપાલનની ઉમદા કામગીરી અનેવૈજ્ઞાનીક સંવદર્શનની સારી કામગીરી તેમજ ગીરગાયની વિશેષ દેખભાળ ઉપરાંત ગૌશાળાની સ્વચ્છતા સહીતના મુદાઓને બિરદાવીને કામધેનું એવોર્ડ અપાયો છે.  ગૌશાળાના સંચાલક બી.કે. આહીરએ જણાવ્યું કે ગૌશાળામાં વર્ષોથી દરરોજ સંગીત વગાડવામાં આવે છે જેના કારણે ગાયોને દોતી વખતે સારૂ વાતવરણ મળે છેઅને દુધ ઉત્પાદનમાં પણ વધારો મળે છે. ઉપરાંત ગૌશાળાની બાજુમાં ત્રણ એકરમાં આર્ગોનીક ઘાસનું વાવેતર કર્યું છે. જેના કારણે ગાયોને પોષ્ટીક ઘાસ મળી રહે છે.(તસ્વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)(૬.૩)

(9:58 am IST)