સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

હળવદના ચરાડવા નજીક છકડો રિક્ષામાં પશુઓની હેરાફેરી અંગે ત્રણ શખ્શો સામે કાર્યવાહી એક ફરાર

હળવદના ચરાડવા ગામ નજીક છકડો રિક્ષામાં બે પાડા ક્રુરતા પૂર્વક ભરીને લઇ જતા પશુ પ્રેમીએ રોકીને હળવદ પોલીસને સોપ્યા હતા.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગેની વિગત મુજબ હળવદના ચરાડવા ગામ નજીકથી છકડો રિક્ષા જીજે 13 એટી ૪૬૫૦ પસાર થતી હોય જે શંકાસ્પદ હાલતમાં જણાતા ગૌ-પ્રેમીઓએ તેની રોકી તલાસી લેતા રિક્ષા માંથી પાડા નંગ- ઘાસ ચાર તથા પાણીની વ્યવસ્થા વિના લઇ જવાતા હોય જેથી હળવદ પોલીસ મથકમાં જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોચીને છકડો રિક્ષા કીમત ,૫૦૦૦૦ તથા પાડા નંગ- કીમત .૨૦૦૦ સાથે દિલીપ શંકરભાઈ કોળી, રીકાભાઈ અબ્રહામ્ભાઈ સલાર રહે-કડિયાણા વાળાને ઝડપી લીધા જ્યારે દીલાભાઈ ભુદરભાઈ સલાર નાશી છુટતા તેને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 . મામલે કડિયાણા ના વિશાલભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(9:55 pm IST)