સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

અમરેલી જીલ્લામાં ટપોટપ માનવ જીંદગી ભરખી જતો કોરોના : વધુ ર૯ ના મોત

વધુ પ૪ પોઝીટીવ કેસઃ ૪ર દર્દીઓ સાજા થતા રજા અપાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. પ :  અમરેલી જિલ્લામાં કોરોના ટપોટપ માનવ જિંદગીઓને ભરખી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં કોરોનાની સારવાર લેતા ર૯ દર્દીઓના મૃત્યુ થયા છે.

અમરેલીના કૈલાશ મુકિતધામમાં ૧૧ ગાયત્રી મોક્ષધામમાં ૭, મોટા આંકડીયામાં ૧, અમરેલીમાં દફન વિધી ર અને સાવરકુંડલામાં પ કોરોના દર્દીઓ અને રાજુલામાં ૪ શંકાસ્પદ દર્દીઓની કીટમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

માણેકપરાના ૬૬ વર્ષના પુરૂષ, ગીરીરાજ સોસાયટીના ૬૩ વર્ષના પુરૂષ, કેરીયા રોડ ફાર્મવાડીના ૧૦૦ વર્ષના મહિલા માણેકપરાના ૧પ વર્ષના મહિલા, જેશીંગપરાના ૬૧ વર્ષના મહિલા તથા એક મુસ્લિમ અને અન્ય એકની દફન વિધી થઇ હતી આ ઉપરાંત વડીયાના ૬પ વર્ષના મહિલા, ધારીના ૮૧ વર્ષના પુરૂષ, બાટવાદેવળીના ૬પ વર્ષના પુરૂષ ઢસાના ૬૦ વર્ષના પુરૂષ, ઇશ્વરીયાના ૬૮ વર્ષના પુરૂષ, અનીડાના ૬૮ વર્ષના મહિલા, ખારી ખીજડીયાના પ૭ વર્ષના પુરૂષ, બગસરાના ૪૦ વર્ષના મહિલા, ધારીના ૭ર વર્ષના પુરૂષ, દામનગરના પ૦ વર્ષના પુરૂષ, બગસરાના ૬ર વર્ષના પુરૂષ, રાંઢીયાના ૭પ વર્ષના પુરૂષ, બાલાપુરના ૭૦ વર્ષના મહિલા, લીલીયાના ૮૪ વર્ષના પુરૂષની અમરેલીમાં અંતિમ વિધિ થઇ હતી.

સાવરકુંડલામાં પી.પી.ઇ. કીટમાં દર્દીઓની અંતિમ વિધી કરવામાં આવી હતી. જયારે રાજુલામાં રાજુના ૯૦ વર્ષના પુરૂષ, દોલતીની  પ૩ વર્ષની મહિલા, કડીયાળીની ૬૦ વર્ષની મહિલા અને રીંગણીયાળાના ૬પ વર્ષના પુરૂષ શંકાસ્પદ દર્દીઓની અંતિમ વિધી કરવામાં આવી હતી. આમ રાજુલા અને સાવરકુંડલામાં ૯ અને અમરેલીમાં ર૦ મળી કુલ ર૯ દર્દીઓના મૃત્યુ થયા છે.

અમરેલી શહેરના ૮ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને કૈલાશ મુકિતધામમાં ૪ તથા કેરીયા અને ઇશ્વરીયાના સ્મશાનમાં ૧-૧ અને ગાયત્રી મોક્ષધામમાં ૪ મળી કોરોના ન હોય તેવા ૧૦ લોકોમાં મૃત્યુ થયા છે અને કોરોનાનો ૮ મળી અમરેલી શહેરના ૧૮ લોકો ર૪ કલાક દરમિયાન મૃત્યુ પામ્યા છે.

અમરેલી જિલ્લામાં કોરોનાના મંગળવારે પ૪ કેસ નોંધાયા છે જેમાં બે સતાવાર મોત પણ નોંધાયા છે અને ૪ર દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

જિલલા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં પ૪ પોઝીટીવ કેસ આવ્યા છે. અને કુંકાવાવના ૭૦ વર્ષના મહિલા અને બગસરાના ૭૦ વર્ષના પુરૂષના કોરોનાને કારણે મૃત્યુ થયા છે અને ૪ર દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

જયારે રાજયના આરોગ્ય તંત્રા બુલેટીન અનુસાર અમરેલી જિલ્લામાં ૧૦૮ પોઝીટીવ કેસ નોંધાયા છે બેમોત થયા છે અને ૧રપ દર્દીઓની સાજા થઇ ઘેર ગયા છે.

(12:51 pm IST)