સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ગીર સોમનાથમાં મૃતદેહોની કતારથી અંતિમ વીધી કરનાર સેવાભાવીઓ પણ ધુ્રજી ઉઠયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ શહેર માં સીવીલ ખાનગીહોસ્પીટલોમાં દર્દીઓના મૃત્યુ ટપોટપ થતા ચિંતાનો માહોલ ફેલાયેલ છે છેલ્લા ૩૬ કલાકમાં ૪ર મૃત્યુ પામેલ હોય  તેવું બપોરે ૧ર વાગ્યે બિન સતાવાર રીતે સ્મશાન ઘાટ, કબ્રસ્તાનના આધારભુત વતુળોમાંથી જાણવા મળેલ છે.

આજે સવારે પ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૧૬ મૃતદેહો અંતિમ સંસ્કાર કરાયા છે તેમજ કબ્રસ્તાનમાં ત્રણની દફનવીધી કરાયેલ હોય સાત કલાકમાં ૧૯ના મૃત્યુ થતા ચિંતાના માહોલ ફેલાયેલ છે ૩૬ કલાક માં ૪ર થી પણ વધુના મૃત્યુ થયેલ હોવાનું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે, અંતિમવીધી કરતા સેવાભાવી યુવાનોએ જણાવેલ હતું કે પ૦ વર્ષના ઈતિહાસમાં આટલા મૃતદેહો એકી સાથે આવતા હોય તેવું કયારેય જોયું નથી દરરોજ પરીસ્થિતી બગડતી જાય છે લાકડા ગોઠવતા પણ હાથ ધુ્રજે છે તેમ સેવા કરનારાઓએ જણાવેલ હતું ત્રીવેણી સ્મશાન ધાટ મોટા કબ્રસ્તાનતેમજ સુત્રાપાડા, તલાલા, કોડીનાર, ઉના, ગીરગઢડા જેવા શહેરો ૩૦૦ થી વધારે ગામડાઓમાં ખુબજ મોટો મૃત્યુ આંક થઈ રહયો છે તો સરકાર દ્રારા જો આરોગ્ય ની ટીમો દોડાવવામાં નહી આવે તો આ વિસ્તારમાં ખુબજ બિહામણું દ્રશ્ય સર્જાશે તેવું સ્વયંમ સેવકોએ જણાવેલ હતું.

(12:50 pm IST)