સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

બાબરાના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા કોરોના સામે જંગ હાર્યા

વડાપ્રધાન સુધી 'વાલજી મામા'ના નામે વિખ્યાત બન્યા હતા

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૫ : બાબરાના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા મામાનું કોરોનાની સારવાર અર્થે અમદાવાદ ખાતે દુઃખદના અવસાન સમાચાર અમરેલી જિલ્લા પ્રસરી જતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો. બાબરા પંથકમાં વાલજીભાઈ ખોખરીયાના અવસાનના સમાચારથી બાબરા અને તાલુકો શોકાગ્રસ્ત બન્યો હતો હજી થોડા દિવસ પહેલા વાલજીભાઈ ખોખરીયાના જન્મ દિવસ હતો લોકોએ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. વાયુવેગે સમાચાર આવ્યા કે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા મામાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે સ્થાનિક આગેવાનોના ફોન એક બીજા પર આવા લાગ્યા હતા. ઘટનાની હકીકત જણાવા માટે આ બનાવથી તેમના ચાહકો આધાત જનક બન્યા હતા.

ઉલ્લેખનિય છેકે વાલજીભાઈ ખોખરીયાનો બાબરાના વિકાસ માટે ફાળો રહ્યો હતો. બાબરાના વિકાસ માટે હર હંમેશ આગળ રહ્યા હતા. નાનાં માનાના માણસને આદર પૂર્વક વ્યવહાર રાખતા શહેર અને તાલુકામાં વાલજીભાઈ સુખ અને દુઃખમાં હંમેશ આગળ હોય છે મુખ્યમંત્રી સુધીની ભલામણ હોયકે મીનીસ્ટર સુધી લોકોનું કામ કરી આપતા.

 ઉલ્લેખનીય છેકે વાલજી મામા એકવાર ધારાસભ્ય, બે વાર માર્કેટીંગ યાર્ડના ચેરમેન બે વાર તાલુકા ભાજપ પ્રમુખ હાલ તાજેતરમાં યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચુંટણી પણ તેવો જીત્યા હતા. વાલજીભાઈ ખોખરીયાના અવસાનથી અમરેલી જિલ્લાના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનમાં દુઃખદ લાગણી પ્રસરી હતી. રાષ્ટ્રીય સહકારી આગેવાન દીલીપભાઇ સંઘાણી સાંસદ નારણભાઇ કાછડીયા, પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, ધારીના ધારાસભ્ય જે વી કાકડીયા, અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઇ ડેર, બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય વઘાસીયા, જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા, સહિત બાબરા વરીષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડિયા, લલીતભાઇ આંબલીયા, જીવાજીભાઈ રાઠોડ, અલ્તાફભાઇ નથવાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, નિતિનભાઈ રાઠોડ, મહેશભાઈ ભાયાણી, દીપકભાઈ કનૈયા, અનિલભાઇ ચૌહાણ, ખાદી ભંડાર મીત્ર મંડળ અજયભાઇ પંડયા, સેકેન્ડરી બાબરા યાર્ડ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિતિનભાઈ રાઠોડ, સોમાભાઈ બગડા, વિજયભાઇ માળી સહિતના આગેવાનો દ્વારા વાલજીભાઈ ખોખરીયા મામાને શ્રધ્ધાંજલી આપી હતી. મામાના દુઃખદ અવસાનથી એમના દિવ્ય આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

(11:49 am IST)