સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

મુન્દ્રાથી દિલ્હી દોડી 'ઓકિસજન એકસપ્રેસ' : અબુધાબીથી આવેલ ૧૪૦ ટન ઓકિસજન માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાઇ

કોરોનાની સારવાર દરમ્યાન દિલ્હીમાં ઓકિસજનની અછત વચ્ચે આજે જથ્થો પહોંચી જશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫:  દેશભરમાં ઓકિસજનની અછત નિવારવા રેલવે દ્વારા દેશભરમાં ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પશ્યિમ રેલવે દ્વારા પણ મુન્દ્રા થી દિલ્હી વચ્ચે ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી હતી.

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે વિશ્વના દેશો મુશ્કેલીના આ સમયમાં મદદ કરી રહ્યા છે. તે અંતર્ગત અબુધાબીથી રવાના થયેલા મેડીકલ ઓકિસજનના સાત કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ ઉપર આવી પહોંચ્ય હતાં. અબુધાબીથી આવેલો ૧૪૦ ટન ઓકિસજન ગઇકાલે ખાસ ટ્રેન દ્વારા રવાના કરાયો હતો. જે આજે દિલ્હીના તુઘલખાબાદ રેલવે સ્ટેશને પહોંચી જશે એવું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકરે વિગતો આપતા જણાવ્યું હતું. અત્યાર સુધીમાં ૪ ક્ષેત્ર માટે મુન્દ્રા પોર્ટ સહીતના અલગ અલગ સ્થળેથી ચાર ઓકસિજન એકસપ્રેસ મારફ્ત ૩૭૩ મેટ્રીક ટન મેડીકલ ઓકસિજનનું પરિવહન કરવામાં આવ્યું છે.

(11:14 am IST)