સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ધારીમાં સેવાભાવનાની સાથે સરકારી હોસ્પિટલમાં જ કોવિડ સેન્ટર શરૂ કરાયુ

ધારી : ધારી શહેર અને તાલુકાના કોરોનાના દર્દીઓને ધારીમા જ સારવાર મળી રહે તે માટે ધારાસભ્યશ્રી જે. વી. કાકડીયાની આગેવાનીમાં સર્વે આગેવાનોએ સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ ઉચ્ચ અધિકારીઓ ને રજુઆતના પગલે ધારી સરકારી પ્રારંભ કરવામા આવ્યો. જેમા ડો. આર. એમ. જોષીએ જણાવેલ કે ધારી સિવિલ હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા પુરી મહેનત કરી દર્દીઓને સાજા કરવામા ખંતથી કામ કરશે. આ તકે દાતાશ્રીઓના સહકારથી ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી દ્વારા ૧૦ ઓકિસજન સિલિન્ડર, શ્રી બજરંગ ગૃપના પરેશભાઈ પટ્ટણી દ્વારા ૧૦ સિલિન્ડર અને શ્રી ગાયત્રી ફાઉંડેશનના હિતેશભાઈ જોષી તરફથી ૫ સિલિન્ડરની વ્યવસ્થા કરી આપવામા આવેલ છે. તથા શ્રી ખેતલિયા દાદા આસ્થા મંડલ દ્વારા દર્દીઓને દવાખાનામાં ભોજનની સેવા પુરી પડવામા આવશે. અને એસ. એન. દામાંણી પ્રાથમિક શાળામા કોરોના કેર સેન્ટર ઉભુ કરવામા આવેલ છે ત્યા ૨૦ બેડની વ્યવસ્થા વસંતભાઈ ગજેરા તરફથી કરેલ છે. ઓકિસજનના ખાલી અને ભરેલા સિલિન્ડર લેવા અને મુકવા જવાની સેવા ધારી BAPS સ્વામિનારાયણ મંદિરની બોલેરો ગાડી કરશે.

(11:13 am IST)