સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ગોંડલ મુકિતધામમાં છાણા-લાકડા અને ગેસ સિલિન્ડરનું અધધધ...બિલ સાડા પાંચ લાખે પહોંચ્યું

એક અંતિમ વિધિના ગેસ શૈયાનો ખર્ચ રૂ.૧૧૦૦, છાણાં લાકડાનો ખર્ચ રૂ.૧૪૦૦નો આશરે ખર્ચ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૫: મુકતેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુકિતધામ માં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી એપ્રિલ માસ દરમ્યાન બહોળી સંખ્યામાં અગ્નિ સંસ્કાર માટે મૈયત આવલે હોય છાણાં લાકડા અને ગેસ સિલિન્ડરનું બિલ સાડા પાંચ લાખ કરતા વધુ આવવા પામ્યું છે.

મુકતેશ્વર સેવા ટ્રષ્ટના સંચાલકએ જણાવ્યું હતું કે એપ્રિલ માસ દરમ્યાન મુકિતધામ ખાતે કુલ ૪૨૧ મૈયત આવવા પામી હતી જેમાં ગેસ શૈયામાં ૧૫૨ મૈયતની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેનું ગેસ સિલિન્ડર કંપનીનું બિલ રૂ. ૧૭૮૦૦૦ જેવું આવ્યું છે, જયારે છાણાં લાકડાથી ૨૬૯ અંતિમવિધિ કરાઈ હોય જેનું પોણા ચાર લાખ જેવો ખર્ચ થવા પામ્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા છાણાંનો વ્યાપક પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવતો હોય પરંતુ સપને પણ ખ્યાલ ન હોય તેટલી મૈયત અંતિમવિધિ માટે આવતા છાણાંનો સ્ટોક પૂર્ણતાને આરે આવતા દાતાઓએ એકજ દિવસમાં છાણાંનું વ્યાપક પ્રમાણમાં દાન આપતા ટ્રસ્ટીઓએ હવે છાણાં ન મોકલવા જણાવાયું હતું.

(11:09 am IST)