સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

દ્વારકાના ભીમરાણામાં સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર ભાવેશ પરમાર ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે ૧૧ાા વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરવાના ગંભીર આરોપમાં ફરીયાદ થઇ હતી.

આ બનાવમાં એસ.સી.એસ.ટી.સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડાએ તુરતજ પગલા લઇને બનાવના આરોપી ભાવેશ દેવીભુની પરમાર રહે. કૃષ્ણનગર સોલાપરી ભીમરાણા વાળાને પકડીને તેના પર પોકસો એકટ કલમ ૩ તથા ૩૬૩, ૩૭૭ તથા એસ્ટ્રોસીટીની વિવિધ કલમો હેઠળ અટકાયત કરીને મને સરકારી હોસ્પિટલમાં તેને કોવીડ ટેસ્ટની કાર્યવાહી કરાવીને ધરપકડ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આરોપીએ ૧૧ાા વર્ષના કિશોરની સાથે જે સ્થળે આ જધન્ય કૃત્ય કર્યું હતું તે સ્થળની પણ ડી.વાય.એસ.પી.એ. આરોપી સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.

(3:19 pm IST)