સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ધોરાજી તાલુકાના ફરેણી ગામેથી દર્દીને ગાડામાં લઇ આવી સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલમાં પહોંચ્યા

કોરોના મહામારીના સમયમાં લોકો સારવાર માટે નથી જોતા ૧૦૮ એમ્બ્યુલનસની રાહ... ?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા )ધોરાજીઃ, તા. ૪ : ધોરાજીમાં તેમજ પંથકમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે ગરીબ પરિવારના દર્દીઓ માટે પણ મુશ્કેલી સમાન સમય ચાલી રહ્યો છે આવા સમયમાં ૧૦૮ પણ સમયસર આવતી નથી ત્યારે દર્દીને બચાવવા બાબતે કોઈ પણ રસ્તો ગામડામાં શોધતા હોય છે આવો જ એક બનાવ ધોરાજી તાલુકાના ફરેણી ગામ ખાતેથી જોવા મળ્યો હતો

જે અંગે સામાજિક અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે હાલના સમયમાં માણસને બચાવો એ જ મહત્વનો છે કેવી રીતે બચાવવો તે જોવાતું નથી કારણકે સમયમાં લોકો દર્દીનો હાથ જાલવા પણ તૈયાર નથી કારણકે કોરોના મહામારી એ લોકોને ડરાવી દીધા છે ત્યારે ધોરાજી તાલુકાના ફ્રેરેણી ગામ ખાતેથી એક ખેડૂત ને તાત્કાલિક દુઃખાવો ઉપડી જતા તેમને બચાવવા મહત્વની વાત હતી ત્યારે ૧૦૮ ને ફોન કર્યો તો ફોન રિસીવ નથી થતો અથવા તો કલાક બે કલાક નું વેઈટિંગ પણ બતાવે છે ત્યાં તો દર્દીની હાલત વધુ ખરાબ થઈ જાય છે આવા સમયે દર્દીને બચાવવા માટે તાત્કાલિક અસરથી ૧૦૮ સમાન ગામડામાં ગાડું ગણાય છે આ સમય માં મીની ટેકટર સાથે ગાડું બાંધી દેતા તાત્કાલિક ફ્રેરેણીથી ધોરાજી ખાતે લાવેલ અને તાત્કાલિક સારવાર મળી જતા ખેડૂતને થોડી રાહત જોવા મળી હતી.

(1:04 pm IST)