સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

પોરબંદરમાં વધુ ૧ દર્દીઓનું કોરોનાની સારવારમાં મૃત્યુઃ નવા ર૯ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: જીલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીઓનું સારવારમાં મૃત્યુ થયું છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૩ર પહોંચ્યો છે. કોરોનાની સારવારમાં રહેલ રપ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના પોઝીટીવના નવા ર૯ કેસ આવ્યા છે.

જીલ્લામાં ગઇકાલે ૪રર વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના પોઝીટીવના ર૯ નવા કેસ આવ્યા છે. આ નવા કોરોના પોઝીટીવ કેસ સુતારવાડા કડીયા પ્લોટ ઝુંડાળા, કુતિયાણામાંથી આવ્યા છે. સારવાર દરમિયાન કોરોનાના રપ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જીલ્લામાં કોરોનાની સારવારમાં એક દર્દીનું મૃત્યુ થયેલ છે. હાલ સીવીલ હોસ્પીટલમાં પર દર્દીઓ તેમજ કોવીડ કેર સેન્ટરમાં ૧૩ નવા દર્દીઓ સારવારમાં છે. હોમ આઇસોલેશનમાં ૧પર દર્દીઓ છે.

(1:04 pm IST)