સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જામનગરનાં નિકાવામાં યુવકનો ગળાફાંસોઃ શ્વાસ લેવામાં તકલીફ થતા વૃધ્ધાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલના ડો. ચિરાગ માત્રાવડીયા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–પ–ર૦ર૧ના આ કામે મરણજનાર વિવેકભાઈ જમનભાઈ વાદી, ઉ.વ.ર૩, રે. નિકાવા ગામવાળા પોતાના ઘરે હતા કોઈપણ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

અહીં કલ્યાણજીના ચોક પાસે રહેતા ધવલભાઈ ભુપેન્દ્રભાઈ પારેખ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં  જાહેર કરેલ છે કે, તા.ર–પ–ર૦ર૧ના આ કામે મરણજનાર વર્ષાબેન જોગેન્દ્રભાઈ રીડાણી, ઉ.વ.૬૦, રે. મનાલી એપાર્ટમેન્ટ, શરૂ સેકશન રોડ, જામનગરવાળા ને તાવ, ઉધરસ હોય જેના કારણે શ્વાસ લેવાની તકલીફ થતી હોય જેના સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–પ–ર૦ર૧ ના મોહનગરના ઢાળીયા પાસે, જાહેર રોડ પર જામનગરમાં આરોપી અર્જુન ઉર્ફે સાગર કાનભાઈ વઘોરા, રે. જામનગરવાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ તથા દારૂ પુરો પાડનાર આરોપી ફીરોજભાઈ જુમાભાઈ સુમરા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–પ–ર૦ર૧ જનતા ફાટક પાસે ફાયર બ્રીગેડ ઓફીસ સામે જાહેરમાં જામનગરમાં આરોપી જયદીપ દિનેશભાઈ ધુલીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હિતેશ ડોલરભાઈ મારૂની અટક બાકી હોય જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સબંધના દાવે આપેલ દુકાન પરત નહીં આપતા પોલીસમાં રાવ

જામનગર : સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ તુલશીભાઈ વાદી  એ ફરીયાદ નોંધાવી છે કે, ર૦૧૭ થી આજદિન સુધી ફરીયાદી રમેશભાઈની દુકાન સર્વોદય સોસાયટીમાં પૂર્વ તરફથી પહેલી દુકાન શીટ નં. ૩૪ર સીટી સર્વે નં. પર૦૯ પૈકીના પ્રોપર્ટી કાર્ડ મુજબની ૧૧૦ ચો.ફુટ આશરે કિંમત રૂ.૭,૦૦,૦૦૦/– વાળી દુકાન આરોપી લલીતભાઈ સવજીભાઈ વઘાસીયાને ઓળખાણ અને સબંધના નાતે વાપરવા અને ધંધો કરવા માટે ભાડા વગર આરોપી લલીતભાઈ સવજીભાઈ વઘાસીયા, રે. સુરતવાળાને આપેલ હતી. અને તેઓએ આ દુકાન ફરીયાદી રમેશભાઈની જાણ બહાર આરોપી ભરત સવજીભાઈ વઘાસીયાને કબ્જે આપી જતા રહેતા ફરીયાદી રમેશભાઈએ દુકાન ખાલી કરવાનું જણાવતા રૂપિયા આપો તો દુકાન ખાલી કરી આપું તેમ કહી આ દુકાન ખાલી કરતા ન હોય અને ગેરકાયદેસર કબ્જો રાખી પૈસા પડાવવાની કોશીશ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

અહીં હર્ષદમીલની ચાલી પાસે રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પઠાણ ઉ.વ.૩૦ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩–પ–ર૦ર૧ ના આ કામે મરણજનાર ગોવિંદભાઈ રઘુભાઈ પઠાણ ઉ.વ.પ૦ એ જામનગરની હર્ષદમીલની ચાલી પાસે, પટેલનગર–૩, જામનગરવાળા ને બે–ત્રણ દિવસથી વધારે પડતુ છાતીમાં દુઃખાવાના લીધે આજરોજ સાંજના સાતેક વાગ્યે અમારા ઘરે વધારે દુઃખાવો ઉપડતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લઈ આવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:53 pm IST)