સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

લતીપર–ટંકારા રોડ પર કાર ચાલકે કાબુ ગુમાવતા પુલ સાથે કાર અથડાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ કાનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૦૩–પ–ર૦ર૧ ના ધ્રોલ ટંકારા હાઈવે રોડ પર લતીપર ગામથી આગળ રોડ પર આ કામના આરોપી અબ્બાસભાઈ ઉર્ફે હમીદભાઈ પીરમહમદભાઈ શેખ સ્વીફટ ફોર વ્હીલ ગાડી જેના રજી.નં.જી.જે.બી.એસ.–પ૮૦પ વાળી પુરઝડપે અને ગફલત ભરી રીતે ફુલ સ્પીડમાં ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ પુલ પર ફુલ સ્પીડમાં ભટકાડતા એકસીડન્ટ કરી ગાડીમાં બાજુની સીટમાં બેસેલ ચમનભાઈ કાનજીભાઈ પરમારને શરીરે નાની મોટી તથા માથાના ભાગે ગંભીર ઈજા થયા મોત નિપજતા તથા પોતાના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા પોતાનું પણ મોત નિપજતા ગુનો કરેલ છે.

(12:53 pm IST)