સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જામનગરમાં કોરોનાના આજે વધુ ૭૧૨ કેસ પોઝીટીવ નોંધાયા : સત્તાવાર ૫ના મોત

(મુકુંદ બદિયાણી)જામનગર,તા. ૪:  શહેર- જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંક ૭૦૦ને પાર જ રહ્યો છે. કાલે સોમવારે જામનગર શહેરમાં ૩૯૩ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૩૧૯ કેસો મળીને જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓન ૭૧૨ થયા છે.

જામનગર શહેરમાં ૩૦૫ દર્દીઓ અને ગ્રામ્યમાં ૧૩૬ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. સોમવારે જામનગર શહેરમાં ૩ મોત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨ લોકોના સતાવાર મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

(12:52 pm IST)