સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

વિરનગર કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર

આટકોટ : રાજકોટ જીલ્લાનાં વિરનગરમાં કોરોના મહામારી વચ્ચે કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં વિનુભાઇ વેકરીયા નામના દર્દીને ખુબ જ સારો અનુભવ થતા તેમણે જણાવ્યુ હતું કે હું અહીં ૧૦ દિવસ સારવારમાં હતો. આ દરમિયાન નાસ્તા ભોજનની સુવિધા ઉપરાંત સારવારની પણ સુંદર સુવિધા મળી હતી. વિરનગર કોવિડ કેર સેન્ટરમાં ડો. ધવલ ગોસાઇ આટકોટ જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પરેશભાઇ રાદડિયા, જસદણ તાલુકા પંચાયત સદસ્ય શાંતુભાઇ ધાધલ આટકોટથી એસ.આઇ. શ્રી મેતા તથા તબીબી અને નર્સિંગ સ્ટાફ તથા સેવાભાવીઓ સેવા આપે છે. (તસ્વીર : અહેવાલ કરશન બામટા, આટકોટ)

(11:49 am IST)