સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

આટકોટનાં જીવાપરમાં કોવિડ સેન્ટર કાર્યરત

આટકોટ : આજના કોરોના મહામારીનાં સમયમાં જયારે માનવ માનવતા એ જ પરમ ધર્મના માર્ગે ચાલતા હોય, એવું એક ઉત્કર્ષ ઉદાહરણ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ડાયરેકટર મહેશભાઈ લીંબાસીયા અને ભાવેશભાઈ છાયાણી દ્વારા હોસ્ટેલના બેડ, સેનેટાઈઝર ગેટ અને કેંગન હોટરનું પાણી તેમજ પાંચ તુલસીના ડ્રોપની વ્યવસ્થા કરી, તેમ જીવાપર ગામના સરપંચ તેમજ ઉપ સરપંચ અને યુવાનો દ્વારા અસરગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે જીવાપરના ડોકટર ટીમ અને લેબોરેટરી સાથે કોવિડ-૧૯ ઉભું કર્યું.ગામમાના લોકોના સાથ સહકાર થી આ કોવીડ સેન્ટર સરુ કરવામાં આવ્યું હતું નાના એવા ગામમાં સારવાર મળી રહે તે માટે આ કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કરશન બામટા આટકોટ)

(11:48 am IST)