સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત વધુ ૧૨ના મોત : ૫૭૧ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૫,૦૧૫ કેસો પૈકી ૪,૩૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૪ : ભાવનગર જિલ્લામા નવા ૫૭૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૫,૦૧૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૫૭ પુરૂષ અને ૧૭૪  સ્ત્રી મળી કુલ ૪૩૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૭, ઘોઘા તાલુકામાં ૯, તળાજા તાલુકામાં ૪૦, મહુવા તાલુકામાં ૧૬, વલ્લભીપુર તાલુકામાં ૯, ઉમરાળા તાલુકામાં ૮, પાલીતાણા તાલુકામાં ૫, સિહોર તાલુકામાં ૧૨, જેસર તાલુકામાં ૧ તેમજ ગારીયાધાર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૧૪૦ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાનાં ચોગઠ ગામ ખાતે રહેતા એક દર્દી, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે રહેતા એક દર્દી, મહુવા ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં ધોળા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં મીઠી વિરડી ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં જસપરા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮૪ અને તાલુકાઓમાં ૧૧૩ કેસ મળી કુલ ૨૯૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૫,૦૧૫ કેસ પૈકી હાલ ૪,૩૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:55 am IST)