સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th April 2020

સુરેન્દ્રનગરના કુંભારપરામાં ફાયરિંગમાં એકનું મોત : અગાઉના ઝઘડાનો ખાર રાખીને ફાયરિંગ કરી ફરાર

ડીવાયએસપી, પીઆઈ, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

 

  સુરેન્દ્રનગર ના કુંભારપરા મા આવેલ દૂધ ઉત્પાદક મંડળી પાસે એક કોમ ના બે યુવાનો વચ્ચે અગાઉ ના ઝગડા બાબતે થયેલી માથાકૂટમાં ફાયરીંગ ની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિ નુ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે જીલ્લા પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે

  મળતી વિગત મુજબ અજાણ્યા શખ્સોએ પાંચ થી રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ફાયરીંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા બે કોમના યુવાનો વચ્ચે મારામારી થતા બે વ્યક્તિઓને ગંભિર ઈજાઓ પહોંચતા સારવાર માટે શહેરની ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના મામલે ડીવાયએસપી, પીઆઈ, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(12:50 am IST)