સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

રાજુલા-જાફરાબાદ પંથકમાં જીઆઇડીસી-દિપડાનું મેગા રેસ્‍કયુ સેન્‍ટર બનાવાશે : અંબરીશ ડેરની સફળ રજુઆત

રાજુલા, તા, પઃ રાજુલા-જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેર દ્વારા અગાઉના વિધાનસભા સત્રમાં જીઆઇડીસી રાજુલા વિસ્‍તારમાં આવે તેવી તથા રેસ્‍કયુ સેન્‍ટર બનાવવા માટેની રજુઆતો કરેલ હતી.

જેના અનુસંધાને આગામી બજેટમાં પીપાવાવ ખાતે જીઆઇડીસીને સરકાર દ્વારા મંજુરી આપેલ છે. આ જીઆઇડીસી પીપાવાવમાં આવે તો આજુબાજુના અને તાલુકાના યુવાનોને રોજગારી પણ મળી રહે જેથી ચુંટણી સમયે શ્રી ડેર દ્વારા આપવામાં આવેલ ૧ર મુદાઓમાનો એક મુદો રોજગારીનો પણ હતો જેથી પોતે આપેલા વચનોને પુર્ણ કરવાનો શ્રી ડેર દ્વારા ભરપુર પ્રયત્‍ન કરેલ છે.

આ જીઆઇડીસીનો બજેટમાં સમાવેશ થતા રાજુલા વિસ્‍તારમાં ખુશીની લહેર વ્‍યાપી ગયેલ છે.

આ ઉપરાંત શ્રી ડેર દ્વારા રાજુલા વિસ્‍તાર રેસ્‍કયુ સેન્‍ટર અંગે પણ માંગ કરેલ હતી. જેને સરકારે આ બજેટમાં સમાવેશ કરીને  દિપડાઓનું રેસ્‍કયુ સેન્‍ટર ૭ કરોડના ખર્ચે આગામી દિવસોમાં બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ સરકારે કરેલ હોય શ્રી ડેર દ્વારા પોતાની રજુઆતોને ધ્‍યાને લઇને સરકાર દ્વારા જીઆઇડીસી અને રેસ્‍કયુ સેન્‍ટરને મંજુરી આપતા સરકારનો આભાર માનેલ છે.

 

(1:17 pm IST)