સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જુનાગઢમાં પરશુરામ દાદાની જોલીયાત્રાનો પ્રારંભ કરાવતા ધારાસભ્‍ય સહિતના આગેવાનો

જુનાગઢ : જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ ઉપાધ્‍યાય મહામંત્રી કમલેશ ભરાડ, મનિષ ત્રિવેદી અને તેની સમગ્ર ટીમ દ્વારા પરશુરામ જયંતિ શોભાયાત્રા અને પરશુરામ દાદાની જોષી યાત્રા અંગે આયોજન કરવામાં આવેલ જેમાં ગઇકાલે મધુરમ બાયપાસ સાઇબાબાના મંદિરેથી ભુદેવો એકઠા થઇ જુનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત પરશુરામ દાદાની જોલીયાત્રાનો વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ વિરેન્‍દ્રભાઇ જોષી, વિરાજ પંડયા, તુષારભાઇ જોષી અને ટીમ દ્વારા સુંદર આયોજન કરાયુ હતું. આ જોલીયાત્રા વોર્ડ નં. ૧૩ માં ૮૦ ઘરે ભ્રમણ કરેલ જયાં તેનું સ્‍વાગત કરી ભુદેવ પરિવારોએ વધામણા કર્યા હતાં. ઉપરોકત તસ્‍વીરમાં આ જોલીયાત્રાનો પ્રારંભ કરાવતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ જીલ્લાના પ્રમુખ કે. ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર પ્રમુખ આશીષ ઉપાધ્‍યાય તેમજ દેવાંગ વ્‍યાસ, પી. સી. ભટ્ટ તેમજ આ પ્રસંગે જુનાગઢના ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી અને જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનીત શર્મા, મનોજભાઇ જોષી, જયદેવભાઇ જોષી, સહિતનાએ આ જોલીયાત્રાનો પ્રારંભ કરાવ્‍યો હતો. અને પરશુરામ જયંતિની ઉજવણીને યાદગાર પ્રસંગ બનાવવા સંકલ્‍પ કરી સૌ ભુદેવોને એકત્રીત થઇ અને એકતાના દર્શન કરાવવા જયદેવ જોષીએ અપીલ કરી હતી. (અહેવાલ :- વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:15 pm IST)