સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જુનાગઢ કેશોદ ખાતે પરીક્ષામાં કાર્યરત થનાર બે-બે ઝોનની કામગીરીનું માઇક્રો પ્‍લાનીંગ સાથે પ્રેઝન્‍ટેશન રજુ

જુનાગઢ તા. પ : આર.જે.કનેરીયા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને એચ. એસ. સી.અને એસ.એસ.સી. પરીક્ષાના કેન્‍દ્રોના સ્‍થળ સંચાલકશ્રીઓની તાલીમ અને માર્ગદર્શન બેઠક યોજવામાં આવેલ હતી જેમાં એસ.એસ.સી. પરીક્ષાના જુનાગઢ ઝોનના ઝોનલ ઓફીસર મનિષાબેન હિંગરાજીયા અને એચ.એસ.સી. પરીક્ષાના જુનાગઢ ઝોનના ઝોનલ ઓફીસર રણવિરસિંહ પરમાર એ પ્રેઝન્‍ટેશન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડેલ હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર.એસ.ઉપાધ્‍યાય દ્વારા ગ્રાસરૂટ લેવલ પર જઇ અને દરેક (વિદ્યાર્થીનો) વિચાર કરી અને કોઇ વિદ્યાર્થીને પરીક્ષા કેન્‍દ્ર પોતાની શાળાથી દુર ન થાય તેવું બારીક આયોજન અને માર્ગદર્શન આપેલ હતું. શ્રીમતી આર.જે.કનેરીયા ગર્લ્‍સ હાઇસ્‍કુલના આચાર્યશ્રી અને જિલ્‍લ શિક્ષણાધિકારી કચેરીના સ્‍ટાફએ જહેમત ઉઠાવેલ હતી.

કેશોદ ખાતે આવેલ પટેલ વિદ્યામંદિર ખાતે કેશોદ ઝોનમાં સમાવિષ્‍ટ એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાના કેન્‍દ્રોના સ્‍થળ સંચાલકશ્રીઓની તાલીમ અને માર્ગદર્શન બેઠક યોજવામાં આવેલ હતી. તેમાં એસ.એસ.સી. પરીક્ષાના કેશોદ ખાતેના ઝોનલ ઓફીસર જલ્‍પાબેન કયાડા તથા એચ.એસ.સી.પરીક્ષાના કેશોદ ખાતે ઝોનલ ઓફીસર વિપુલભાઇ ઘુંચલા તેમજ જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજયુકેશન ઇન્‍સ્‍પેકટર રણવિરસિંહ પરમારએ પ્રેઝન્‍ટેશન દ્વારા માર્ગદર્શન આપેલ હતું.

ગીરસોમનાથ જિલ્‍લાના જિલ્લા શિક્ષણ અધિકારી, રાજેશભાઇ ડોડીયા અને રાજકોટ જિલ્લાના પૂર્વ શાસનાધિકારી અને ઇ.આઇ. સંજયભાઇ  ડોડીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

બન્ને ઝોનનાં અંદાજે-રપ૦ પરીક્ષા કેન્‍દ્રોમાં આ બોર્ડની પરીક્ષા યોજાનાર હોય કર્મચારીને આ પરીક્ષાની તૈયારીમાં પોતાના સિંહફાળો નોંધાવવા અંતે અનુરોધ કરવામાં આવેલ હતો.

(1:14 pm IST)