સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જુનાગઢ શહેર ભાજપ પ્રમુખની મધ્‍યસ્‍થીઃ વેપારી અને શ્રમિકોનું સમાધાન દાણાપીઠ ત્રણ દિવસ બાદ શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : દાણાપીઠ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ દિવસથી તમામ વેપાર ધંધા બંધ ૧૦ દિવસથી ચાલી આવતી મજુરીના  પૈસાના મામલે વેપારીઓ અને  શ્રમિકો વચ્‍ચે ચાલી રહેલ વિવાદનો સુખદ અંત આવતા વેપાર ધંધા શરૂ થતા દાણાપીઠ ધમધમવા લાગી છે. શહેરમાં અનાજ કરીયાણા સહિતના ખાદ્ય ચીજવસ્‍તુઓના હોલસેલ દુકાનો આવેલી છે. મજુરીના પ૦ પૈસા વધારવા માટે શ્રમિકોએ હડતાલ પાડી હતી. ત્‍યારે આ મુદે શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા ડે.મેયર હિમાંશુભાઇ પંડયાએ મધ્‍યસ્‍થી બની સંજય મણવર કોર્પોરેટર, અબ્‍બાસભાઇ કુરેશીએ  વેપારી અગ્રણી રાજુભાઇ જોબનપુત્રાની  દુકાને વેપારી મિત્રો અને મજુરોના પ્રતિનિધિ વગેરે વચ્‍ચે મીટીંગ યોજાઇ હતી અને આ પ્રશ્નનો સુખદ અંત આવ્‍યો હતો અને દાણાપીઠ વિસ્‍તાર ધમધમવા લાગ્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરમાં પુનીત શર્મા વેપારીઓ અને શ્રમિકો સાથે ચર્ચા કરી રહયા છે અને સમાધાન બાદ ખુલી દુકાનો (તસ્‍વીર : મુકેશ વાઘેલા) 

(1:13 pm IST)