સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

પત્‍નીને ભરણપોષણ નહિ ચુકવતા પતિને સજા ફટકારતી જુનાગઢ ફેમીલી કોર્ટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : પત્‍નીની ચડત ભરણપોષણની રકમ વસુલ ન આપતા પતિને પ૪૦ દિવસની સજા ફેમીલી કોર્ટે ફરમાવી હતી.

આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, જુનાગઢના રહેવાસી રુકશાનાબેન સીદીકભાઇ હીંગરોજાના લગ્ન રાજકોટના રહેવાસી ઇમરાન ઇસ્‍માઇલ નોતિયાર સાથે થયેલા પરંતુ વગર વાંકે રૂકશાનાબેનને તેના પતિેએ પહેરેલ કપડે ત્‍યાગ કરતા ત્‍યારથી તેઓ તેના માવતરે ઓશીયાળુ જીવન જીવતા અને ભરણ પોષણની કોઇ વ્‍યવસ્‍થા ન કરતા છેવટે તેમણે તેમના વકીલ મનોજભાઇ શુકલ મારફતે ભરણ પોષણ મેળવવા દાવો દાખલ કરતા માસીક રૂા.૪૦૦૦  સામાવાળાને નિયમીત ચુકવવાનો આદેશ કરેલ એ છતાં સામાવાળા નિયમીત ભરણપોષણ વસુલ ન આપતા છેવટે ચડત ભરણપોષણ બાવીશ મહિનાની ચડત ભરપોષણની રકમ વસુલ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજ ગુજારતા અરજદારના વકીલ મનોજભાઇ શુકલની રજુઆતને ધ્‍યાનમાં લઇ જુનાગઢ ફેમીલી કોર્ટના જજ શ્રી પરિખે સામાવાળા ઇમરાન ઇસ્‍માઇલને ફુલ પ૪૦ દિવસની સજાનો હુકમ ફરમાવી તેની અમલવારી માટે જરૂરી સંબંધીત પોલીસ કમિશનરને આગળની કાર્યવાહી સાથે મોકલેલ છે. અરજદાર તરફે જુનાગઢની શુકલ બાર એસોસીએટસના ધારાશાષાી શ્રી મનોજ શુકલ , અમીત શુકલ, નવીનચંદ્ર શુકલ વગેરે રોકાયેલા હતા.

(1:11 pm IST)