સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

પોરબંદરઃ ઓનલાઇન પેમેન્ટમાં છેતરાયેલા ડ્રાઇવરને પોલીસે ૯૦ હજારનું બેલેન્સ પરત અપાવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પ : રાણાવડવાળાના ડ્રાઇવર ભનુભાઇ ચાવડાને  ઓનલાઇન પેમેન્ટમાં અજાણ્યા યુવાને ફાસ્ટ ટેંગમાં ૪ હજારની બેલેન્સ મળશે તેવી લાલચ આપીને કુલ ૯૦ હજારની છેતરપીંડી બાદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરીને ડ્રાઇવરને એ રકમ પરત અપાવી આપી હતી.ક

રાણાવડવાળા ગામે રહેતા ડ્રાઇવર ભનુભાઇ ચાવડાના ફોન પર તા.ર૮ મીએ એક અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તમને ફાસ્ટેંગ પર રૂ. ચાર હજારનું વધારાનું બેલેન્સ મળ્યું છે, એક લીંક મોકલીછે તે કિલક કરશો એટલે એ રકમ તમારા ખાતામાાં જમા થઇ જશે તેમ કહ્યું હતું. આથી ભનુભાઇએ એ લીંક પર કિલક કરતા તેમના ખાતામાંથી રૂ.૧પ હજાર કપાઇ ગયા હતા આ અંગે તેણે ફોન કરનારને ફોન કરીને પુછપછ કરી હતી ચાલુ ફોર પર ફોન રીસીવ કરનારની સુચના પ્રમાણે કાર્યવાહી કરતાં તેના ખાતામાંથી વધુ રૂ.૭પ હજાર કપાઇ ગયા હતા.

ઠગાઇ થયાની જાણ થતા ભનુભાઇએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક જે.સ.કોઠીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ઇન્ચાર્જ પી.આઇ.પી.આર.પટેલ અને સબ ઇન્સ. સુભાષ ઓડેદરાએ તપાસ હાથ ધરીને ડ્રાઇવર ભનુભાઇ ચાવડાનેએ રકમ પરત અપાવી હતી.

(1:08 pm IST)