સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

અમરેલીમાં ભાજપના વિજયને વધાવવા દિલીપભાઇ સંઘાણી રૂ. ૧,૧૧,૧૧૧નાં 'કમળ' છાપ પેંડાથી મોં મીઠા કરાવશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૫ : ભારતીય જનતા પક્ષના વિજયને ગળાના ગળપણ સાથે 'કમળ છાપ' પેંડાની વહેંચણી સાથે ઉજવવાનો નવતર પ્રયાસ અમરેલીમા પૂર્વ કેબીનેટ મંત્રી– રાષ્ટ્રિય સહકારી આગેવાન, ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્રારા કરવામા આવેલ છે અને આ માટે અમરેલીની પ્રખ્યાત હરિઓમ ડેરી ફાર્મને કમળ છાપ પેંડા તૈયાર કરવા રૂ.૧,૧૧,૧૧૧ના ઓર્ડર નોંધાવવામા આવેલ છે તેમજ અમરેલી શહેર ભાજપ દ્વારા ભાજપમાંથી ચૂંટણી લડેલા તમામ ઉમેદવારશ્રીઓ  ભાજપની ઐતિહાસીક જીતને લોકો વચ્ચે જઈ આભાર માની તેમના મો–મીઠા કરાવી ઉજવણી કરશે.

ઉજવવાનો નવતર પ્રયોગ ગુજરાત રાજયમા સર્વપ્રથમ હોઈ, વિશેષ આનંદ છવાયો છે અને આ ખુશાલીમા સૌ સહભાગી બની રહયા છે. આ અંગેની તૈયારી  નગર પાલીકાના ચૂંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, ચૂંટણી ઈન્ચાર્જ ભાવેશ સોઢા દ્વારા થઈ રહયાનું કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.

(1:07 pm IST)