સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

કાલે સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને વિવિધ પાઘડી સાફાનો શ્રૃંગાર કરાશે

વાંકાનેર તા.પ : તીર્થધામ સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્‍ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્‍ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત કોઠારી સ્‍વામી પુ. શ્રી વિવેકસાગર સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા.૬ ને શનિવારે દાદાના વિવિધ પ્રકારના પાઘ, પાઘડી અને સાફાના વિશેષ આકર્ષક શણગાર કરવામાં આવશે.જેમાં સવારે પ.૩૦ કલાકે મંગળા આરતી તેમજ વિશેષ શણગાર આરતી સવારે ૭ કલાકે થશે નીજ મંદિરમાં પણ અનોખો શણગાર કરવામાં આવશે ઘરે બેઠાઓનલાઇન ઉત્‍સવ નિહાળવા દર્શન માટે ઓનલીઓનયુટયુબ સાળંગપુર હનુમાનજી કોઠારી સ્‍વામી શ્રી વિવેકસાગર સ્‍વામીજીએ જણાવેલ છે.

 

 

(12:22 pm IST)