સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જસદણમાં દારૂનો જથ્થો ભરેલી કાર એલસીબીએ ઝડપી લીધી

બુટલેગરોનો નવતર કિમીયોઃ કારમાં સીએનજી કિટ નીચે ચોરખાનુ બનાવી દારૂ 'છૂપાવ્યો'તો! ૧.૯૯ લાખનો દારૂ અને કાર સહિત ૪.૧પ લાખના મુદામાલ સાથે ૩ની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો અને દારૂનો જથ્થો નજરે પડે છે.

રાજકોટ તા. પ :.. જસદણમાં દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં. બુટલેગરોએ પોલીસને શંકા ન જાય તે માટે કારમાં સી. એન. જી. કિટની નીચે ચોરખાનુ બનાવી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાનું ખુલ્યું હતું. રૂરલ ક્રાઇમ બ્રાંચે ૧.૯૯ લાખનો દારૂ અને કાર સહિત ૪.૧પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જીલ્લામા દારૂ-જુગારની બદી નાબુદ કરવા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.આર.ગોહિલ તથા પી.એસ.આઇ. વી.એમ.કોણદરાની ટીમ જસદણ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એલ.સી.બી.ના પો.કો. પ્રણયભાઇ સાવરીયા તથા ભાવેશભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે જસદણ માર્કેટયાર્ડ સામે વોચ ગોંઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ સ્કોડા ઓકટીવીયા કાર નં. જી.જે.૦પ સીએ ૬પ૦ર ને રોકી તલાસ લેતા કારમાં સીએનજીફયુલ ટેન્ક કનેકશન વિનાની ખાલી હોય તેને ફેરવીનીચેના ભાગે ડેકીમાં સ્પેરની જગ્યાની બજપરની અંદરના નીચેના ભાગે પતરાના ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧પ૬ કિ.૧.૯૯ લાખનો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા બાલકિશન સુબેસીંગ ખોલા રે.ગામ કરાવરા (હરીયાણા), કિશન નવરતન ઉફે ગવો રમેશભાઇ કુકડીયા રે.રણુંજા મંદિર આગળ હાઉસીંગ બોર્ડના કવાર્ટર સામે મફતીયુપુરૂ કોઠારીયા ગામ જી. રાજકોટને ઝડપી લીધા હતાં.

રૂરલ ક્રાઇમ બ્રાંચે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ ૪.૧પ લાખની મુદામાલ કબ્જે કરી ઉકત ત્રણેય શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. રવિદેવભાઇ બારડ, પો. કો. રહીમભાઇ દલ તથા પ્રકાશભાઇ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:09 pm IST)