સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

સૈયદ રાજપરામાં ભાજપ દ્વારા વિજયના વધામણા :

ઉના : સૈયદ રાજપરા જીલ્લા પંચાયત સીટનાં ઉમેદવાર ભાવેશભાઇ વી. ઉપાધ્યાયનો બહુજગી ૧૮૦૦ મતની લીડથી વિજય થતા સૈયદ રાજપરા રાધે ક્રિષ્ના મંદિરે ભગવાન ક્રિષ્ન ભગવાનના આર્શિવાદ લીધા ત્યારબાદ ફટાકડાની રમઝટ બોલાવી ભારત માતા કી જય વંદેમાતરમના નારા લગાવ્યાં હતાં. તેમજ પગપાળા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેમાં ભાવેશભાઇ સાથે સરપંચ જીતુભાઇ, રાધેભાઇ, સંજયભાઇ બાંભણીયા, યોગેશભાઇ બાંભણીયા, મહેશભાઇ બાંભણીયા, સંજયભાઇ રાણા, ચિરાગ બી. જોષી, રમેશભાઇ ડાભી, સંજયભાઇ ડાભી, કાળુભાઇ ડાભી, ચેતનભાઇ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો જોડાયા હતાં. વિજયના વધામણા કર્યા તે તસ્વીર. (તસ્વીર : નીરવ ગઢીયા ઉના)

(12:01 pm IST)