સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

ઉનામાં વરીષ્ઠ નાગરીકોને કોરાના રસીકરણ

:.. ઉના : ખાનગી હોસ્પીટલોમાં વરિષ્ઠ નાગરીકોને કોવીડ-૧૯ વેકસીનેશન શ: કરતાં ૭પ થી વધુ વડીલોએ સ્વખર્ચે વેકસીનેશન કરાવ્યું કોરોના રસીકરણનો બીજો તબકકો ૧ માર્ચથી પ્રારંભ રાજયભરમાં કરાવેલ છે. તેના ભાગ:પે ઉનાની મહેતા સાર્વજનીક હોસ્પીટલ અને નટરાજ હોસ્પીટલમાં કોવીડ વેકસીનેશન કેન્દ્ર શ: કરાયેલ છે. અને ચાર દિવસમાં ૭પ થી વધુ ૬૦ વરસથી ઉપરનાં અને અન્ય ગંભીર બિમારીનાં લક્ષણો ધરાવતાં વરિષ્ઠ નાગરીકો જેમાં દવાના વેપારી વિશ્વનાથભાઇ એલ. જાની ઉ.૮૧ ત્થા તેમના ધર્મપત્ની ઉષાબેન જાની ઉ.૭૧ ત્થા વરિષ્ઠ પત્રકાર ત્થા સીનીયર સીટીઝન કનભાઇ સી. જાનીએ કોવીડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ સ્વખર્ચે લઇ અને કોરોની વોરીયર્સ બન્યા હતાં. એકપણ વરિષ્ઠ નાગરીકોને કોઇપણ પ્રકારની આડ અસર અને મુશ્કેલી પડી નથી. રાષ્ટ્રનાં હીત માટે પરિવારને સુરક્ષિત કરવા તમામે કોવીડ-૧૯ રસીકરણ કરવા અપીલ કરી છે. અને મહેતા હોસ્પીટલનાં એડમીન મકવાણાભાઇ ત્થા મેડીકલ સ્ટાફે તમામનું ઉષ્મા ભર્યુ સ્વાગત કરી આવકારેલ હતા વરીષ્ઠ નાગરીકોએ રસીકરણ કરાવ્યાની તસ્વીરો.

(11:59 am IST)