સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

પોરબંદર મહિલા પોલીસમાં ડીવાયએસપીએ કરેલ ફરિયાદને સ્ટે કરવા હાઇકોર્ટનો હુકમ

પોરબંદર તા.પ : પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીએ કરેલી ફરીયાદ સ્ટે કરવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

એસ.આર.પી. ગ્રુપ રાજકોટમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા અરભમભાઇ ગોઢાણીયા દ્વારા પોતાની પુત્રી પુનમના મુખત્યાર તરીકે મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરમાં તેના પતિ, સાસુ - સસરા તથા અન્ય સામે આઇ.પી.સી. કલમ- ૪૯૮ (ક) મુજબની ફીરયાદ દાખલ કરેલ હતી. અને જે તે વખતે પતિ ભુપતભાઇ કાનાભાઇ ઓડેદરા વિગેરે વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધેલ હતાં.

ત્યારબાદ ખોટી ફરીયાદ  હોવા સબંધે ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવા માટે રીટ દાખલ કરેલી હતી અને હાઇકોર્ટના એડવોકેટ આશિષભાઇ ડગલી દ્વારા એવલી દલીલ કરેલી હતી કે મુળ ભોગ બનનાર પુનમબેન વિદેશમાં વસવાટ કરે છે અને ઘણા વર્ષોથી ભારતમાં આવેલ નથી. એટલું જ નહી ર૦૧૭માં લેખીતમાં ફરીયાદી અનેઆરોપી વચ્ચે તમામ બાબતોએ સમાધાન થઇ ગયેલ હતુ અને ચીજવસ્તુઓ પણ આપી દીધેલ હતી. એટલું જ નહી આવા કિસ્સામાં મુખત્યાર ફરીયાદક રી શકે નહી અને પોરબંદરમાં કોઇ બનાવ બનેલો જ ન હોય અને ખરેખર પુનમબેન દ્વારા ખોટો પાસપોર્ટ બનાવેલો હોય અને તેથી ડીવાયએસપી અભરમભાઇ ગોઢાણીયા સામે તે બાબતે ફરીયાદક રેલી હોય અને તેનો ખાર રાખી પોતે પોલીસ ખાતામાં હોવાના કારણે ખોટી ફરીયાદ નોંધાવેલી હોવાની વિગતવાર દલીલ કરતા નામદાર હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ કરી ફરીયાદ તથા તપાસ સ્ટે કરવાનો હુકમ કરેલ છે અને તે રીતે હવે પોલીસ આરોપીઓને ખોટી હેરાનગતી  કરી શકશે નહી.ં

આક ામમાં આરોપી વતી  ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ આશિષભાઇ ડગલી અને પોરબંદરમાં જાણીતા એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી રોકાયેલા હતાં.

(11:47 am IST)