સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

ગોંડલ માલવિયાનગરમાં હડકાયા શ્‍વાને શ્રમિકના બાળકને બચકા ભર્યા

ધણખૂટના ગળે ચોંટી ગયું હતુ અને તેને ધણખૂંટે ઢીકે ચડાવ્‍યું

ગોંડલ,તા.૫: હાદસો કા શહેર ગોંડલમાં રોજિંદા નિત નવી દ્યટનાઓ બનતી હોય છે ત્‍યારે માલવયા નગરમાં રમત રમી રહેલ શ્રમિકના બાળકને હડકાયા શ્વાને બચકું ભરતા બૂમાબૂમ મચી જવા પામી હતી લોકોના ટોળા એ હાકલા પડકારા કરી લાકડીઓ લઈ પાછળ દોડી શ્વાનને તગેડયું હતું બાદમાં બાળકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલે લઇ જવાયું હતું.

આ સમય દરમિયાન હડકાયા શ્વાનને માલવિયાનગર વિસ્‍તારને બાનમાં લીધું હોય થોડે દૂર હડકાયુ શ્વાન ધણખૂંટને બચકું ભરવા ગળે ચોંટી ગયું હતું અને ધણખૂટે શ્વાનને ઢીંકે ચડાવતા ત્‍યાંથી ભાગ્‍યું હતું અને ખાડામાં ગબડી પડતા તેનું મોત નીપજયું હતું.

(11:31 am IST)