સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

મોરબીમાં ધૂળ ખાતુ વીજ સબસ્ટેશન

 મોરબીઃ૬૬ કેવી સબ સ્ટેશન બે વર્ષ પૂર્વે રફાળેશ્વર રોડ ઉપર બનાવી દેવામાં આવ્યું પરંતુ હજુ તે ધૂળ ખાઈ રહ્યું છે અને અહી બાવળ પણ ઉગી નીકળ્યા છે સબ સ્ટેશન ચાલુ કરવા ઉદ્યોગકારો અનેક વખત રજૂઆત કરી ચુકયા છે છતાં બાબુઓના પેટનું પાણી હલતું ના હોય તેમ લાગે છે મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે દહાડે કરોડોનો ટેક્ષ અને વિદેશી હુંડીયામણ સરકારને કમાઈ આપે છે જોકે બે વર્ષથી એક સબ સ્ટેશન ચાલુ કરાયું ના હોય જેથી રોષ ભભૂકી રહ્યો છે. તસ્વીર વીજ સબસ્ટેશનની છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ -મોરબી)

(10:37 am IST)