સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

હાર ઔર જીત હમારી સોચ પર નિર્ભર હૈ,હમને માન લીયા તો હાર ઔર ઠાન લીયા તો જીત

કોટડાસાંગાણીના રાજકારણના ચાકડેથી જિલ્લા પંચાયતના બાકડેઃ ટીમ ખાટરિયા ફરી મેદાનમાં

રાજકોટ : જિલ્લા પંચાયતમાં ગયા પ વર્ષ શાસન સંભાળનાર કોંગ્રેસના નેતા શ્રી અર્જુન ખાટરિયા (કોટડાસાંગાણી બેઠક) પોતે સતત ચોથી વખત ચુંટણી જીતી ગયા છે પણ તેમની પાર્ટી હારી ગઇ છે. પંચાયતમાં પરિવર્તનને તેમણે સહજતાથી સ્વીકાર્યુ છે. નજીકના ભૂતકાળમાં પંચાયતની એ.સી. ચેમ્બરમાં બેસીને કામગીરી કરનારાશ્રી ખાટરિયાએ આજે લાંબા સમય બાદ પંચાયત કચેરીએ આવીને વિપક્ષને સત્તાવાર રીતે જગ્યા મળવવાની રાહ જોયા વિના મુખ્યદ્વારના લીંમડાના ઝાડ નીચેના બાકડા પર બેસીને જનસેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. તેમણે પોતાના સાથીદારો દેવેન્દ્ર ધામી, શકિતસિંહ (બકુલભાઇ) જાડેજા, પ્રવીણ ચૌહાણ વગેરે સાથ બેસીને પંચાયતના પરિણામનું વિશ્લેષણ કર્યુ હતું. પ્રજાએ તેમના પક્ષની ભલે બાદબાકી કરી નાખી, આ લોકો સરવાળા માંડી રહ્યા છે. ગણિતમાં દાખલાનો જવાબ ખોટો હોય પણ 'રીત' સાચી હોય તો તેના ગુણ મળે જ છે.

(10:19 am IST)