સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th February 2023

મોરબી ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સમૃદ્ધિ નિરંજન પ્રથમ નંબરે વિજેતા

દિલ્હી વર્લ્ડ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ નામ રોશન કર્યું .

મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સમૃદ્ધિ સિદ્ધાર્થભાઇ નિરંજની એ ઓપન મોરબી બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોચ સંજયભાઈ મારવાનીયા પાસે ત્રેઇન્ડ સમૃદ્ધિ આ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા તેને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. સ્કુલનું નામ રોશન કરતા સ્કૂલ સ્ટાફ તેમજ પરિવારજનો દ્વારા સમૃદ્ધિને અભિનંદન પાઠવવા સાથે ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી

(11:11 pm IST)