સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th February 2023

વેરાવળમાં 54 લાખના 84 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ : ભાજપ અગ્રણી સહીત ત્રણ શખ્શો સામે પોલીસ ફરિયાદ:ચકચાર

રકમ ચૂકવી દીધી છતાં સીક્યુરીટી પેટે આપેલ ચેકોમાં મોટી રકમ ભરી બેન્કમાંથી ચેક રીટર્ન કરાવી વેરાવળ કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવવાની ધમકીઓ આપી

ગીર સોમનાથના વેરાવળમાં 54 લાખના 84 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોવાના આરોપ સાથે ભાજપના આગેવાન સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી છે. ગીર સોમનાથના વેરાવળમાં રહેતા અને કન્ટ્રકશનનો બાંધકામનો ધંધો કરતા પિયુષ જોબનપુત્રાને બાંધકામના ધંધા માટે પૈસાની જરૂરિયાત ઉભી થતા વ્યાજે પૈસા લીધા હતા. આ કેસમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.

 પિયુષ જોબનપુત્રાનો આરોપ છે કે જગદિશ સુયાણી પાસેથી 15 લાખ રૂપિયા 5% વ્યાજે લીધા હતા. કિશનભાઇ લોઢારી પાસેથી 5 લાખ રૂપિયા 4 ટકાને વ્યાજે લીધેલ અને અરવિંદ હરસુખ રાણીંગા પાસેથી 34 લાખ 50 હજાર રૂપિયા 10 ટકાને વ્યાજે લીધેલ હોય અને તેની સીકયુરીટી પેટે સહી કરેલા કોરા ચેકો આપેલા હતા. જો કે તેમનો દાવો છે કે તેમને લીધેલા રૂપિયા વ્યાજ સહિત પરત કર્યા હોવા છતાં સીક્યુરીટી પેટે આપેલ ચેકોમાં મોટી રકમ ભરી બેન્કમાંથી ચેક રીટર્ન કરાવી વેરાવળ કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવવાની ધમકીઓ આપી હતી.

 લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ  IPC 348, 114 તેમજ   કલમ 5,40,42 મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.વ્યાજખોરી કરનારા આરોપીઓ પૈકી અરવિંદ હરસુખ રાણીંગા ભાજપનો આગેવાન હોવાનું અને ભાજપના આર્થિક સેલના કન્વીનર હોવાનું જાણવા મળ્યું છે. તેમ ગુજરાતી ચેનલનો અહેવાલ જણાવે છે

(10:49 pm IST)