મોરબીના રવાપર ચોકડી નજીક પોલીસ કોન્સ્ટેબલ પર પથ્થરવળે હુમલો
ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે સિવીલમાં ખસેડાયો
મોરબી : મોરબીના રવાપર ચોકડી નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર આજે એક વાહનચાલકે પથ્થર વડે હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજુભાઈ બાવરીયા (ઉ.વ ૨૫) નામના પોલીસ કોન્સ્ટેબલ રવાપર ચોકડી પર ફરજ બજાવતો હોય જે દરમિયાન આજે સાંજના સમયે પસાર થતા એક વાહનચાલક લક્ષ્મણ ગોવિંદ દેત્રોજા નામના વૃદ્ધ સાથે પોલીસ કોન્સ્ટેબલને બોલાચાલી થઇ હતી અને બાદમાં વાહનચાલક વૃદ્ધ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં વાહનચાલકે પોલીસ કાર્મચારીને માથામાં પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હોવાથી કોન્સ્ટેબલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને હુમલો કરનાર વૃદ્ધને પોલીસે ઝડપી લીધો હતો તેમજ હુમલાનો ભોગ બનનાર પોલીસકર્મીએ આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.