સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th February 2018

કચ્છની પ૦ ગ્રામ પંચાયતોમાં ૬૯૩ ઉમેદવારો માટે ૭૭ ટકા મતદાન-૧૭ સમરસ

 ભુજ તા. પ : કચ્છની ૪૮ પૂર્ણ ગ્રામ પંચાયત અને ર પંચાયત એમ મળીને કુલ પ૦ ગ્રામ પંચાયતની ચૂંટણી ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે.

કચ્છ જીલ્લા ચુંટણી શાખાની સતાવાર યાદી મુજબ કુલ ૬૯૩ ઉમેદવારો માટે ૭૭.૦૧ ટકા મતદાન થયું હતું કચ્છમાં કુલ ૬૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી જે પૈકી ૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ અને ૯ ગ્રામ પંચાયતો મહદઅંશે બીન હરીફ થઇ હતી.

બાકીની પ૦ ગરામ પંચાયતની ચૂૂટણીઓ યોજાઇ હતી.

(4:17 pm IST)