સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 5th February 2018

બ્રહ્મલીન નારાયણપ્રસાદ સ્વામીએ પપ વર્ષથી અનાજનો દાણો આરોગેલ નહીં

સ્વામીનારાયણ ગુરુકુળ નાધેડીમાં તા. ૧ર મીએ સોમવારે શ્રધ્ધાંજલી સભા

ધોરાજી તા. પ :.. દ્વારકા પાસેના આરંભડા ગામે આશ્રમમાં રહી પપ વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા સાથે અનાજનો કણકો પણ જમ્યા નથી એવા સ્વામીનારાયણ સંપ્રદાયના વિરલ સંત શ્રી શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી અક્ષરવાસ થતા સ્વામી નારાયણ સંપ્રદાયમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું અને તા. ૧ર ને સોમવારના રોજ સવારે ૮-૩૦ વાગ્યે સ્વામી નારાયણ ગુરૂકુળ જામનગર નાઘેડી ખાતે શ્રધ્ધાંજલી સભા યોજેલ છે જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો - મહંતો હરીભકતો ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરશે.

સ્વામી નારાયણ ગુરૂકુળના પૂ. શ્રી કૃષ્ણપ્રકાશદાસજી (કે. પી. સ્વામી) એ જણાવેલ કે દ્વારકા પાસેના આરંભડા ગામે સ્વામી નારાયણ મંદિર ખાતે ઉગ્ર તપશ્ચર્યા કરનાર અને પપ વર્ષ સુધી અનાજનો કણકો પણ જમ્યા નથી એવા સદ્ગુરૂ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદજી સ્વામી અક્ષર નિવાસી થતા મોટી સંખ્યામાં સંતો-હરીભકતો સાથે સ્વામીજીના અંતિમ સંસ્કાર સ્વામીનારાયણ ગુરૂકુળ નાછેડી -જામનગર ખાતે કરવામાં આવેલા હતો.

શ્રધ્ધાંજલી સભામાં કોઠરી સ્વામી ગોવિંદપ્રસાદદાસજી (દ્વારકાવાળા) પુસણી સ્વામી મોહનપ્રસાદદાસજી કોઠારી સ્વામી ગોવિંદપ્રસાદદાસજી શાસ્ત્રીસ્વામી કૃષ્ણપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી જયેન્દ્રપ્રકાશદાસજી, પાર્ષદ દિપુ ભગત, પાર્ષદ રાજુ ભગત, પિયુષભાઇ પટેલ, ચંદુ ભગત, હરીભાઇ સોની, વિગેરે સંતો મહંતો શ્રધ્ધાંજલી સભામાં શ્રધ્ધા સુમન અર્પણ કરશે દરેક હરીભકતોએ સમયસર ઉપસ્થીત રહેવા કે. પી. સ્વામીએ યાદીમાં જણવેલ છે.  (પ-૬)

(12:21 pm IST)