સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

વિસાવદરના દંપતિને દારૂ સપ્લાય કરનાર સુરત માંડવાનો શખ્સ અનેક ગુન્હામાં સામેલ!

જુનાગઢ, તા.૫: તાજેતરમાં વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ર્ંઆરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણી પટેલ ઉ.વ. ૩૦ રહે. ગઢપુર ટાઉનશીપ, કઠોદરા ગામ, સુરત મૂળ રહે. માંડવા, તા.ઢસા જી.બોટાદની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે દારૂના એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણી જાતે પટેલ ર્ં૨૦૧૪ની સાલમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે કંડકટર સાથે મારામારીના એક ગુન્હામાં, ૨૦૧૫ની સાલમાં સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલામાં, ૨૦૧૮ની સાલમાં સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીધેલાના કેસમાં, મારામારીના કેસમાં તથા અટકાયતી પગલામાં તેમજ સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેરના એક એમ કુલ ૦૫ વખત ગુન્હામાં, ૨૦૨૦ની સાલમાં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના એક ગુન્હા સહિતના કુલ ૦૮ ગુન્હામાં પકડાયેલ સને ૨૦૧૪ થી ૨૦૨૦ દરમિયાન કુલ નવ (૯) ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો જાણવા મળેર્લં ઉપરાંત, આ ગુન્હામાં પકડાયેલ ર્ંઆરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણી જાતે પટેર્લં ચાલુ વર્ષમાં વિસાવદર ઉપરાંત અમરેલી જિલ્લાના ર્ંઅમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરર્તોં આરોપી હોવાનું પણ જાણવા મળેલ. વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, ર્ંપોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. ર્ંપોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીઓએ પોતે ભૂતકાળમાં ઉપરોકત ગુન્હાઓ આચરેલાની કબૂલાર્તં કરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપી અમરેલી જિલ્લાના અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પણ વોન્ટેડ હોવાનું ખૂલેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પકડાયેલ આરોપી જૂનાગઢ ઉપરાંત, સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, અમરેલી જિલ્લા, વિગેરે જિલ્લાઓમાં પકડાયેલ તેમજ ર્ંવોન્ટેડ આંતર જિલ્લા ગુન્હેગાર્રં હોવાની હકીકત ર્ંપોકેટ કોપ એપ્લિકેશર્નં દ્વારા જાણવા મળેલ હતી.

આમ, પોકેટ કોપ એપ્લિકેશર્નં દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે ર્ંવિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિર્તં થયેલ છે.

(3:03 pm IST)