સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

વિસાવદર કોર્ટમાં સરન્ડર થયા પણ અરજીઓ નામંજુર થતા પોલીસ ત્રણેય આરોપી ધરપકડ કરી લીધી

વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં દારૂની બોટલ નંગ ૧૮, મોબાઈલ, રોકડ રકમ, સહિતના કુલ રૂ. ૧,૨૭,૦૦૦ના મુદામાલ સાથે આરોપીઓ (૧) હરિભાઈ કાળુભાઇ પરમાર ઉવ. ૫૧ તથા (૨) હંસાબેન વા/ઓ હરિભાઈ કાળુભાઇ પરમાર ઉવ. ૪૬ રહે. ગાયત્રી પ્લોટ, વિસાવદર ગુન્હો નોંધી, ધરપકડ કરવામાં આવેલ હતી.

 

પકડાયેલ બને આરોપીઓની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર.પટેલ, હે.કો. પુનાભાઈ, રણવીરસિંહ, પો.કો. અવિનાશભાઈ, વિપુલભાઈ, મેણશીભાઇ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પુછપરછ કરવામાં આવતા, દારૂ, સુરત ખાતે રહેતા કાર્તિકભાઈ પટેલે મોકલાવેલ હોવાની કબૂલાત કરેલ હતી. ટેકિનકલ સોર્સ આધારે વિસાવદર પોલીસને માહિતી મળેલ કે, કાર્તિક પટેલનું પુરૂ નામ કાર્તિક કાંતિભાઈ ધાનાણી જાતે પટેલ રહે. ગઢપુર ટાઉનશીપ, કઠોદરા ગામ, સુરત મૂળ રહે. માંડવા, તા. ગઢડા જી. બોટાદ હોવાનું જાણવા મળેલ હતું.

આ પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ નાસ્તો ફરતો આરોપી વિસાવદર કોર્ટમાં સરેન્ડર થવા આવેલ અને નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી. કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરી, પોલીસ દ્વારા આરોપી અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાની શંકા વ્યકત કર્યા સાથે ધારદાર રજુઆત કરવામાં આવતા, વિસાવદર કોર્ટ દ્વારા સરેન્ડર ની અરજી નામંજૂર કરેલ હતી. જે હુકમ બાદ અટકાયત કરવામાં આવેલ હતી. સામાન્ય રીતે રીઢા આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થઈને પોલીસ ઉપર દબાણ લાવાવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય છે, તેજ રીતે પકડાયેલ આરોપી સરેન્ડર થઈને પોલીસ ઉપર દબાણ લાવવા માંગતો હતો. પરંતુ, વિસાવદર કોર્ટ દ્વારા અરજી રિજેકટ કરતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ આ જ રીતે અન્ય બે મારામારીના ગુન્હાના આરોપીઓ (૧) સમસૂલહક કાળુભાઇ અબડા સંધિ ઉવ. ૨૯ તથા (૨) હસન ઉર્ફે બોદુ જમાલભાઈ બ્લોચ મકરાણી ઉવ. ૨૩ રહે. હનુમાનપરા, સરેન્ડર થવા આવતા, તે બંને આરોપીઓના પણ આવા જ દ્યાટ થતા, વિસાવદર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ..? આ પહેલા કેટલી વાર દારૂ સપ્લાય કરવામાં આવેલ છે..? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી, વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:41 pm IST)