સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

ઉપલેટામાં રમાતો ક્રિકેટ સટ્ટો પકડાયો

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા., ૫: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા હાલમાં રમાઇ રહેલ બીગ બેસ-૨૦૨૦ મેચ પર ચાલતા ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિઓ પર વોચ રાખી સુચના આપેલ હતી જે અંગે પી.આઇ. એમ.એન.રાણાના માર્ગદર્શન મુજબ કોન્સ્ટેબલ દિનેશભાઇ ગોંડલીયા તથા ગગુભાઇ ચારણને હકીકત મળેલ કે નિલેષ ઉર્ફે ટોપી ભરતભાઇ કારીયા લુહાણા રહે. સ્વામીનારાયણ સોસાયટી ગાયત્રીનગર રાંદલ કૃપા લખેલ મકાનવાળો પોતાના મકાન આગળ ઉપર બેસી હાલમાં રમાઇ રહેલ બીગ બેસ-૨૦૨૦ લીગની હોબાર્ટ હેરીકેન્સ તથા બેલબોર્ન સ્ટાર નામની બંન્ને ટીમની મેચમાં રનફેર તથા હારજીતનો નસીબ આધારીત ક્રિકેટ સટ્ટો રમી રમાડી હારજીતના પૈસાની લેતી-લેતી કરી સોદા કરતા રોકડા ૧૬૦૦૦ મળી કુલ રૂપીયા ર૭૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી તેમજ યાસીનભાઇ નગીના મસ્જીદ પાસે પાટણવાવ રોડ ઉપલેટા આરીફભાઇ ફુલારા બગીચા પાસે ઉપલેટા સિંકદર ઉર્ફે સીકલો રહે. હાડફોડી, અજુબાપુ રહે. પંચહાટડી ઉપલેટાને પકડવાના બાકી છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઇ બોરીચા, મહેશભાઇ સારીખડા, વનરાજભાઇ રગીયા, વાસુદેવસિંહ જાડેજા સહીતના જોડાયા હતા.

(11:25 am IST)